Friday June 20, 2025

ભાણવડમાં ચૂંટણી સંદર્ભે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

કુંજન રાડિયા, ભાણવડ , તા. ૦૭-૦૨-૨૦૨૫

       આગામી દિવસોમાં ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી હતી.

      જેને અનુલક્ષીને સ્થાનિક પી.એસ.આઈ. કે.એમ. મારુ તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ટાઉન વિસ્તારમાં સધન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. 

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top