Headlines

ભાણવડમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬

        ભાણવડના જકાત નાકા પાસે રાત્રિના સમયે મોટરસાયકલ પર નીકળેલા દિલીપ દુલાભાઈ મોઢવાડિયા અને રણમલ અરશી ગોરાણીયા નામના બે શખ્સોને પોલીસે રૂપિયા 5,300 ની કિંમતની વિદેશી દારૂની બે બોટલ તથા મોટરસાયકલ મળી કુલ રૂપિયા 35,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દારૂની આ બાટલીઓ તેઓએ ભાણવડમાં રહેતા કરણ જગદીશભાઈ કાનાણી નામના શખ્સ પાસેથી ખરીદી હોવાનું જાહેર થયું છે. જે અંગે ભાણવડ પોલીસે બંને શખ્સોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

_____________________________________________________________________________

ઓખામાં માછીમાર સામે ગુનો

       સલાયામાં ડી.વી. નગર પાસે રહેતા અલી અકબર લોરુ નામના 23 વર્ષના માછીમાર યુવાને ફિશરીઝ વિભાગ દ્વારા આપવામાં આવેલા ટોકનમાં જણાવ્યા મુજબ એક ખલાસીના બદલામાં અન્ય એક નામ વગરના શખ્સને લઈને દરિયામાં માછીમારી કરવા જતા ઓખા મરીન પોલીસે ઝડપી લઈ, તેની સામે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. 

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *