ભારતના દ્વારકામાં વર્ષ 2024 નો છેલ્લો સૂર્યાસ્ત – દ્વારકામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત નિહાળવા પહોંચ્યા

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૫

  વર્ષ 2024 નો છેલ્લો સૂર્યાસ્ત નિહાળવા મંગળવારે દ્વારકાના સનસેટ પોઇન્ટ ઉપર મોટી સંખ્યામાં યાત્રાળુઓ સાથે સ્થાનિકો ઉમટી પડ્યા હતા. દ્વારકા દેવ-દર્શને આવતા યાત્રિકો દ્વારકા જગત મંદિરમાં દર્શનની સાથે આજુબાજુમાં આવેલ દર્શનીય સ્થળોની ચોક્કસ મુલાકાત લેતા હોય છે. ત્યારે ગઈકાલે વર્ષ 2024 નો છેલ્લો સૂર્યાસ્ત જોવા લોકો ઉમટી પડ્યા હતા. મંગળવારે સૂર્યાસ્ત સમયે દ્વારકાનું જગત મંદિર સોનેરી રંગોથી દીપી ઉઠ્યું હોય તેવો ભાસ થતો હતો.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *