Friday June 20, 2025

ભારત સરકાર દ્વારા યોજાતી દેશની સૌથી મોટી રાષ્ટ્રીય રમત સ્પર્ધા માટે મોટી પાણીયાળીના યુવાનની પસંદગી

હરેશ જોષી, મોટી પાણીયાળી

 ભારત સરકાર દ્વારા યોજાતી રાષ્ટ્રીય રમત સ્પર્ધા માટેની પસંદગી સ્પર્ધા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક મુકામે યોજાયેલ હતી જેમાં તેમના કોચ અને મેનેજર તેમજ ટ્રેનરના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો તેમાં ગુજરાત રાજ્યના ખેલાડી તરીકે પેન્ટાથલોન રમતમાં પાલિતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામના કુલદીપસિંહ બી વાળા ની પસંદગી થઈ છે આ રમતમાં સ્વિમિંગ, દોડ, તલવારબાજી, શૂટિંગ જેવી રમતો એક જ રમતમાં રમવાની હોય છે જેમાં પાલિતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામના કુલદીપસિંહ બી વાળાની પસંદગી ગુજરાત રાજ્યના ખેલાડી તરીકે થતા તેમના પરિવાર અને સમગ્ર મોટી પાણીયાળી ગામ તેમજ પાલીતાણા તાલુકાની સાથે ભાવનગર જીલ્લાનું ગૌરવ વધારેલ છે.

તેઓ આગામી ફેબ્રુઆરી માસમાં ઉતરાખંડ રાજ્યમાં યોજાનાર રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે અને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top