Headlines

ભાવનગરના ગારીયાધારની રૂ. ૧૦.૧૨ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: કલરના ગોડાઉનમાં ખાતર પાડનાર ૫ શખ્સો ઝડપાયા

વિપુલ હિરાણી દ્વારા 

ભાવનગર તા.૨૦

​ભાવનગર જિલ્લાના ગારીયાધારના ‘શાલીમાર પેઈન્ટ’ ગોડાઉનમાંથી થયેલી લાખોની ચોરીના ગુનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ગારીયાધાર પોલીસની સતર્કતાને કારણે ચોરીનો તમામ મુદ્દામાલ અને મુખ્ય આરોપીઓ સકંજામાં આવ્યા છે.

​ગત તા. ૧૭/૦૨/૨૦૨૬ ના રોજ ગારીયાધાર સ્થિત શાલીમાર પેઈન્ટના ગોડાઉનમાંથી આશરે રૂ.૩.૪૩ લાખના બ્રાન્ડેડ કલરની ચોરી થઈ હતી. આ વણઉકેલાયેલા ગુનાને ઉકેલવા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નીતેશ પાંડે અને નાયબ પોલીસ અધિક્ષક મિહીર બારીયાએ કડક સૂચનાઓ આપી હતી.

​ગારીયાધાર પી.આઈ. એમ.બી. જાડેજા અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લીધો હતો. સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ સરવૈયા, રૂડાભાઈ બળાયચા અને સંદીપભાઈ ઝંઝવાડીયાને મળેલી બાતમીને આધારે અમરેલી જિલ્લાના લીલીયા પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં સંડોવાયેલા સરફરાજ ઉર્ફે સફુ વાહીદભાઈ ગોહિલની અટકાયત કરવામાં આવી છે 

​પોલીસની પૂછપરછમાં સરફરાજે પોતે અને તેના મિત્રોએ મળીને આ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

​પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ ઓરીજનલ મુદ્દામાલ સહિત કુલ રૂ.૧૦,૧૨,૬૦૦/- ની કિંમતની સામગ્રી રિકવર કરી છે. પકડાયેલા આરોપીઓમાં ​સરફરાજ ઉર્ફે સફુ ગોહિલ (ગારીયાધાર) ​આદીલભાઈ યુસુફભાઈ મહેતર (ગારીયાધાર) સાહીલ ઉર્ફે બાંગો ચૌહાણ (ગારીયાધાર),​કાર્તિકભાઈ નટુભાઈ ચૌહાણ (સારીંગપુર)​પીયુષભાઈ અરજણભાઈ પરમાર (પાલીતાણા) જ્યારે સાહીલભાઈ ઉર્ફે ખાટુ કુરેશીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *