Headlines

ભાવનગરના વરતેજ ચંદ્રજ્યોત ગ્રુપ દ્વારા ‘મોજ મસ્તી મજા કાર્યક્રમ યોજાયો 

વિપુલ હિરાણી દ્વારા 

ભાવનગર તા.૧૯

ભાવનગરમાં તાજેતરમાં તા. ૧૫/૨/૨૦૨૬ના રોજ વરતેજ સ્થિત ચંદ્રજ્યોત ગ્રુપ  દ્વારા વાર્ષિક મહોત્સવ ‘મોજ મસ્તી મજા-૫’ ભવ્ય રીતે યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા મહેમાનોનું કુમકુમ તિલક અને સ્મરણીય પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ડાન્સ, નાટક અને ભાવુક સ્પીચ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ‘રંગોત્સવ સેલિબ્રેશન’ માં વિજેતાઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમની મુખ્ય વિશેષતા સંચાલક  હેમંતસર સોલંકીનું સન્માન હતું. શિક્ષણમાં તેમના યોગદાન બદલ કાળિયાબીડ દરજી યુવા ગ્રુપ દ્વારા તેમને ચાંદીનું બ્રેસલેટ અર્પણ કરાયું અને અન્ય શ્રેષ્ઠીઓએ સાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.

કાર્યક્રમમાં વરતેજ ગ્રામ પંચાયત અને આગેવાનોએ હાજરી આપી હતી, જેમાં સરપંચ  જયરાજસિંહ ગોહિલ, ઉપસરપંચ ગોપાલભાઈ મોરી, હિંમતભાઈ રાઠોડ, વિપુલભાઈ બારૈયા, ગોપાલભાઈ સાટીયા અને અજયભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

સમાજના વિવિધ અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.  દરજી જ્ઞાતિ વરતેજમાંથી પ્રમુખ તુલસીભાઈ મકવાણા અને મંત્રી હિતેશભાઈ સોલંકી તેમજ ભાવનગર દરજી યુવા ગ્રુપ (ઘોઘા રોડ) માંથી પ્રમુખ મનસુખભાઈ વાઘેલા, ઉપપ્રમુખ શરદભાઈ વાઢેર, મંત્રી અજયભાઈ ગોહેલ અને સહમંત્રી ગિરીશભાઈ ગોહેલ ઉપસ્થિત રહ્યા હતા. દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ ભાવનગરના પ્રમુખ ગિરીશભાઈ ડાભી, મંત્રી ભાવેશ ચાવડા અને સલાહકાર મયુરભાઈ માંડલિયાએ પણ હાજરી આપી હતી.કાળિયાબીડ દરજી યુવા ગ્રુપના સભ્યોએ પણ હાજરી આપી હતી, જેમાં ભરતભાઈ વાઘેલા, કલ્પેશભાઈ પીઠડીયા, ગિરીશભાઈ વાઘેલા, એન.સી. વાઘેલા, ભાવેશભાઈ ગોહેલ, કમલેશભાઈ વાઢેળ, કીર્તિભાઈ ચાવડા, અમરિશભાઈ સોલંકી, બી.કે. માસ્ટર, અશોકભાઈ ગોહેલ, મુકેશભાઈ હિંગુ, કીર્તિભાઈ વાઘેલા અને પ્રકાશભાઈ સરવૈયા સામેલ હતા. તેમજ ઝાલાવાડી દરજી જ્ઞાતિના પ્રમુખ દીપકભાઈ ધંધુકિયા અને પાલિતાણા દરજી જ્ઞાતિના જયેશભાઈ ગોહેલ ઉપસ્થિત રહ્યા હતા.

અંતે ફરાળી અલ્પાહાર સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ સફળ આયોજન માટે  હેમંતસર સોલંકી, ક્રિશ સોલંકી અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *