Saturday June 21, 2025

ભાવનગરનું ગૌરવ:લોક ગાયક પિતા- પુત્રી રઘુવીર કુંચાલા અને વિશ્વા કુંચાલાનું કરાયું સન્માન

વિપુલ હિરાણી, ભાવનગર તા.૩

ગુજરાત વિધાનસભામાં વિશ્વ રંગભૂમિના દિવસે લોક ગાયક પિતા -ભાવનગરના રઘુવીર કુંચાલા અને વિશ્વા કુંચાલાનું સન્માન કરીને તેમની કલાને બિરદાવામાં આવી હતી. મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મંત્રી મુળુભાઈ બેરા અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના વરદ્ હસ્તે કલાકાર બાપ-દીકરીની કલાને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત કલા જગતના ઇતિહાસની પહેલી ઘટનાના સાક્ષી બનવાનો એમને અવસર મળ્યો અને વિધાનસભામાં હાજરી આપવાનું સૌભાગ્ય મળ્યું હતું. રઘુવીર કુંચાલા અને વિશ્વા કુંચાલા એ વારસાગત સંગીત કલાને આગળ વધારતાં તેઓએ સરકારનો આભાર વ્યક્ત કરી રાજીપો વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top