વિપુલ હિરાણી, ભાવનગર
ભાવનગર શહેર અને જિલ્લામાં આજે સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. આજે મહત્તમ તાપમાન વધીને 42.2 ડિગ્રી એ પહોંચતા આગ ઝરતી ગરમી અને લુ ને કારણે લોકો તોબા પોકારી ગયા હતા.
ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર વધ્યું છે. ગરમી નો પારો એક ડીગ્રી વધીને આજે 42.2 ડિગ્રી એ પહોંચી ગયો હતો. બપોરના સમયે ગરમ લુને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આજે લઘુતમ તાપમાન 28.2 ડિગ્રી રહ્યું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 21 ટકા રહેવા પામ્યું હતું .પવનની ઝડપ 8 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. ગરમીને કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસાન ભાસતા હતા.