વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૨૫
ભગવત મંડળ / વલ્લભ મંડળ મેરેજ બ્યુરો ભાવનગર ઘ્વારા ૧૬ મો યુવક યુવતી સર્વ ઉચ્ચ જ્ઞાતિ માટે પરીચય મેળાનું તા.૫/૪/૨૦૨૬ ને રવિવાર શીવશકિત હોલ, ભાવનગર ખાતે સવારે ૯ થી ૨ આયોજન કરવામાં આવેલ છે.આ યુવક યુવતિ અને તેના વાલીઓએ ફોર્મ તા. ૧૫/૩/૨૦૨૬ સુધીમાં મેળવી ભરી આપી જમા કરવાના રહશે. લીમીટેડ સંખ્યા લેવાની હોય વહેલા તે પહેલાના ધોરણે સંસ્થાની ઓફીસ સોની પ્રેમજી વશરામની બાજુમાં બેજમેન્ટમા, ભગવત મંડળની ઓફીસ, કાળાનાળા જમા કરાવવાના રહેશે. સોમવાર, બુધવાર, અને શુક્રવારના રોજ સાંજના ૬ થી ૭-૩૦ કલાક અને રવિવારે ૧૧ થી ૧ ઓફીસ નીયમીત ચાલુ છે. યુવક તથા યુવતી ઉમેદવારોનો એક પાસપોર્ટ ફોટો, આધારકાર્ડની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે. જો ઉમેદવાર ડાયવોર્સ હોય તો કોર્ટનુ હુકમનામાની નકલ લાવવાની રહેશે.વધુ વિગત માટે પુષ્કરભાઈ મહેતા, મો. નં. ૯૯૨૫૭૧૯૯૯, ચંદ્રકાન્તભાઈ મહેતા મો.નં. ૯૪૨૭૪૦૮૪૮૩, દીપકભાઈ મણીયાર, મો.નં. ૮૭૮૦૧૮૩૪૬૨ નો સંપર્ક કરવા જણાવાયું છે.
