વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૧
ભાવનગર શહેરના જવેલ્સ સર્કલ નજીક આજે સવારના સમયે રિક્ષા પલટી જતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય ચાર લોકોને પણ ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
અકસ્માત ની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના જવેલ્સ સર્કલ નજીક આજરોજ સવારના સમયે રિક્ષા પલટી મારી જતાં અક્ષરપાર્ક રોડ ખારિયા હનુમાન પાસે કુંભારવાડામાં રહેતા મહેશ નાથુભાઈ ચૌહાણનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અકસ્માતમાં અન્ય ચાર લોકોને ઈજા થતાં તેમને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રીક્ષામાં બેઠેલા તમામ લોકો કડીયા કામ કરતા મજૂર હતા અને મજૂરીએ જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
