Headlines

ભાવનગરમાં સ્વ.પ્રતાપભાઈ શાહ ની 102 મી જન્મ તિથિ નિમિતે મેડિકલ કેમ્પ ચશ્મા વિતરણ,સહિત નો કેમ્પ યોજાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર

ભાવનગરના નગરશ્રેષ્ઠી અને મહાજન ગણાતા પ્રતાપભાઈ શાહ ની 102 મી જન્મ જ્યંતી નિમિતે પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું જેનો બહોળી સંખ્યા માં દર્દીઓ એ લાભ લીધો હતો.
રેડક્રોસ ના પૂર્વ પ્રમુખ અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્વ.પ્રતાપભાઈ શાહ ની 102 મી જન્મ તિથિ નિમિતે તા.20/12/25 ને શનિવારે સવારે 9.30 થી 12 દરમિયાન રેડક્રોસ સાર્વજનિક દવાખાના,પ્લોટ ન.45, કે.પી.ઈ. એસ કોલેજ રોડ, ભગવતી સર્કલ પાસે, ચિન્મયાનંદ આશ્રમ ની બાજુમાં, કાળિયાબીડ, ભાવનગર ખાતે વિનામૂલ્યે સારવાર અને નિદાન કેમ્પ મેગા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો, આ કેમ્પ માં આંખો ના નંબર તપાસી ને 3 નંબર સુધી ના અને બેતાળા ચશ્મા વિતરણ,જનરલ હેલ્થ ચેક-અપ કેમ્પ, બી.પી તેમજ ડાયાબિટીસ તપાસ, હિમોગ્લોબીન તપાસ, હાડકા ની ધનતા માપવા માટે BMD ટેસ્ટ, તથા દર્દીઓ ને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવા માં આવી હતી.આ સાથે આસપાસ ની શાળાઓના વિધાર્થીઓ ભાઈઓ બહેનો ની હિમોગ્લોબીન ની તપાસ કરવા માં આવી હતી અને દરેક ને નાસ્તો આપવા માં આવ્યો હતો.
તેમજ રેડક્રોસ ના કાળિયાબીડ, ચાવડીગેટ,અને દીવાનપરા, ખારગેટ, ક.પરા અને વૃદ્ધાશ્રમ ખાતે ચાલતી ઓપીડી સેવાઓ અને દવાઓ વિનામૂલ્યે આપવા માં આવી હતી, આ ઉપરાંત લાઠીદડ ગામ ખાતે થેલેસિમિયા પરીક્ષણ કેમ્પ અને નાની માજીરાજ શાળા ખાતે હિમોગ્લોબીન તપાસ કેમ્પ નું આયોજન પણ કરવા માં આવેલ હતું. આ કેમ્પ નું દીપ પ્રાગટય મહેમાનો શ્રી જીતુભાઇ ઉપાધ્યાય, તારકભાઈ શાહ, ગીરીશભાઈ શાહ, ડો.એમ.જી.દેસાઈ, કુલદીપસિંહ ચુડાસમા, ભરતભાઈ શાહ, મિતુલભાઈ શાહ, ધીરુભાઈ કરમટીયા, ડો.મિલનભાઈ દવે, સુમિતભાઈ ઠક્કર, વર્ષાબેન લાલાણી, રોહિતભાઈ ભંડેરી, પરેશભાઈ ભટ્ટી, ડો પ્રકાશભાઈ ભટ્ટ, બકુલભાઈ ચાતુર્વેદી, સહિત ના મહાનુભાવો ની ઉપસ્થિતિ માં યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *