

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગરમાં તારીખ ૦૩/૦૧/૨૦૨૬ તથા ૦૪/૦૧/૨૦૨૬ના રોજ જવાહર મેદાન, ભાવનગર ખાતે ભાવનગર–બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિયેશન દ્વારા હેલ્થ એક્સ્પોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ હેલ્થ એક્સ્પોમાં ડીન ચિન્મય શાહ (જી.એમ.સી.બી.), તબીબી અધિક્ષક સર ટી હોસ્પિટલ તથા ડી.ઈ.આઈ.સી.ના નોડલ ઓફિસર ડૉ. મેહુલ ગોસાઈના માર્ગદર્શન હેઠળ સર ટી હોસ્પિટલ, ભાવનગરની ડી.ઈ.આઈ.સી. ટીમ દ્વારા સ્ટોલ મૂકવામાં આવ્યો હતો. સ્ટોલમાં પીડિયાટ્રિશન ડૉ. કાજલબેન પુરોહિત, મેડિકલ ઓફિસર ડો. છાયાબેન પાનસુરીયા સહિતની ટીમ હાજર રહી હતી.

એક્સ્પો દરમિયાન બહોળી સંખ્યામાં સામાન્ય નાગરિકો, વિવિધ તબીબી એસોસિયેશનોના પ્રતિનિધિઓ તેમજ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ડી.ઈ.આઈ.સી. સ્ટોલની મુલાકાત લીધી હતી. સ્ટોલ પર બાળકોના આરોગ્ય સંબંધિત આપવામાં આવતી સેવાઓ, તપાસની પ્રક્રિયા અને સારવાર અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
ડી.ઈ.આઈ.સી. દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે લોકોમાં સારી જાગૃતિ ફેલાઈ હતી અને સ્ટોલને જનતા તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો.
