
મૂકેશ પંડિત, ઇશ્વરીયા
ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણારની ધોરણ 12ની ભાઈઓની એક ટીમ શિહોર મુકામે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પિરામિડ રજૂ કરેલ જે બદલ આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે શાળાનાં કોચ વિપુલભાઈ સરવૈયાને હસ્તે શિલ્ડ અર્પણ કરી સન્માન કરેલ તેમજ બાકીના વિદ્યાર્થીઓએ વહેલી સવારે પ્રભાત ફેરી તેમજ નારા બોલી રેલી સ્વરૂપે ભેગા થઈ સિનિયર શિક્ષક પ્રવીણભાઈ ડોડીયાના હાથે ઘ્વજવંદન કાર્યક્રમ કરેલ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પૂરા જોમ અને જુસ્સા સાથે કરેલ.જેમાં તાલીમ ભવન ભાવનગર ના તાલીમાર્થી ભાઈઓ અને બહેનો તેમજ N S S પ્રોગ્રામ ઓફિસર સંજયભાઈ તલસાણીયા પણ જોડાયા હતા.
