Headlines

ભાવનગર નાગરિક સહકારી બેંક ખાતે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

 

વિપુલ હિરાણી 

 ભાવનગર તા.૧૮

 ભાવનગ૨ નાગરિક સહકારી બેંક  તથા ભાવનગર સાઈબર સિકયુરીટી સેલના સચુકત ઉપક્રમે સાઈબર સિકયુરીટી અવેરનેસ સેમીનારનું આયોજન સભાસદો, ગ્રાહકો તથા કર્મચારીઓ તથા ડિરેકટરશ્રીઓ માટે કરવામાં આવેલ. જેમાં સાઈબર સિકયુરીટી એકસપર્ટ દ્રારા દરેક વ્યકિત બેંક સાથે તેમજ ઓનલાઈન વ્યવહારમાં જાગૃત રહે, સતર્ક ૨હે, મોબાઈલમાં આવતો ઓ.ટી.પી કોઈ સાથે શેર ન કરે, અજાણી લીંક પર કલીક ન કરે, મોબાઈલ એપને અપડેટેડ રાખે, ડીજીટલ અરેસ્ટ બાબતે સતર્ક રહેવા જણાવેલ, તેમજ સાઈબર ફોડ થાય તો ૧૯૩૦ પર તાત્કાલિક જાણ ક૨વી તેમજ સંલગ્ન બેંકને તાત્કાલિક માહિતી પહોંચાડવી. આમ કરવાથી ફોડથી બચી શકાય છે.

સાઈબ૨ સિકયુરીટી ટ્રેઈનીંગમાં  પી. આ૨. ૫૨મા૨,  તુલસીભાઈ ૫૨મા૨,  કેતનભાઈ દવે જેવા સાઈબર એકસપર્ટની ટીમ દ્વારા તેમજ  હિરલબેન રાઠોડ,  વિજયસિંહ ગોહીલ તેમજ  નિલેષભાઈ વંકાણી ઘોઘારોડ પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ દ્રારા ખુબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવેલ.

સાઈબર સિકયુરીટી ટ્રેઈનીંગમાં બેંકના ચેરમેન પ્રભાતસિંહ ગોહીલ, ડિરેકટર ધર્મેન્દ્રભાઈ મહેતા,  ગીતાબેન વાજા,  જલ્પેશભાઈ ભટ્ટ,  અશોકભાઈ વાળોદરા,  સીમાબેન કેસરી, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રી ઈશ્વરભાઈ ભટ્ટ, તેજસભાઈ જાની,  હરદેવસિંહ ગોહીલ,  સંજયભાઈ ત્રિવેદી, જનરલ મેનેજર  વેગડ  તેમજ બેંકનો સમગ્ર સ્ટાફ અને બેંકના સભાસદો તેમજ ગ્રાહકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ફોડથી બચવા માટેના સુચનો અમલમાં મુકવાની ખાતરી આપેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવેશભાઈ ગાંધી દ્રારા કરવામાં આવેલ. અંતમાં આભારવિધિ  મનોજભાઈ શાહ દ્રારા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *