વિપુલ હિરાણી
ભાવનગર તા.૮
ભાવનગર માં ઓમકાર સંસ્થા, વાડો કાઈ કરાટે અને આનંદ ગ્રુપ ઓફ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે અબોલ પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડા વિતરણનું કરવામાં આવ્યું હતું.
ભાવનગર શહેરના રૂપાણી સર્કલ ખાતે તા. 8 માર્ચ 2026 ના રોજ ઓમકાર સંસ્થા, વાડો કાઈ કરાટે અને આનંદ ગ્રુપ ઓફ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ગરમીમાં અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિતરણ વિના મૂલ્યે કરવામાં આવ્યું હતું. સાથે બર્ડ ફિડર રાહત દરે આપવામાં આવ્યાં હતાં. આ વિતરણમાં ભાવનગર વાસીઓએ બહોળા પ્રમાણમાં લાવો લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓમકાર સંસ્થાના ભાવિકભાઈ પંડ્યા, કમલભાઈ દવે, મિતભાઈ પાઠક, યોગેશભાઈ લુંભાણી અને સમગ્ર ઓમકાર પરિવારના મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
