શંભુ સિંહ, ભાવનગર
રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી 28.01.2026 થી 06.02.2026 દરમિયાન “મારું ટિકિટ, મારી શાન, દેશ માટે મારું યોગદાન” નામક જાગૃતિ અભિયાન યોજવામાં આવશે. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તા આ અભિયાનની શરૂઆત 28.01.2026 (બુધવાર)ના રોજ સાંજે 03.00 વાગ્યે ચર્ચગેટ સ્ટેશનથી કરશે.
ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા 28.01.2026 (બુધવાર)ના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી સાંજે 05.00 વાગ્યે આ અભિયાનની શરૂઆત કરશે. આ પ્રસંગે મંડળના વરિષ્ઠ અધિકારીઓ, રેલવે કર્મચારીઓ, રેલ મુસાફરો તથા મીડિયા પ્રતિનિધિઓ હાજર રહેશે.
અભિયાન દરમિયાન અલગ–અલગ દિવસોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ભાવનગર મંડળના ત્રણ સ્ટેશનો — ભાવનગર ટર્મિનસ, વેરાવળ અને જૂનાગઢ પર આ કાર્યક્રમો યોજાશે.
ઉપરોક્ત ત્રણેય સ્ટેશનો પર સ્ટોલ લગાવવામાં આવશે, સેલ્ફી પોઈન્ટની સુવિધા ઉપલબ્ધ રહેશે તથા બેનર/પોસ્ટરો લગાવવામાં આવશે. આ સંદર્ભે નાટ્યરૂપે રજૂઆત (નુકડ નાટક) પણ યોજાશે. સોશિયલ મીડિયા મારફતે પણ લોકોને જાગૃત કરવામાં આવશે. આ સ્ટેશનો પર વિડિયો સંદેશાઓ દ્વારા પણ મુસાફરોને જાગૃતિ આપવામાં આવશે.
