Thursday August 07, 2025

ભાવનગર શહેરમાં ટપાલ ખાતાના ગોટાળાઓ અંગે વ્યાપક ફરિયાદો

ભાવનગરના માણેકવાડી – ક્રેસન્ટ વિસ્તારમાં પોસ્ટ ડિલિવરી અંગે વ્યાપક ફરિયાદો

અજય શેઠ, ભાવનગર

ભાવનગર શહેરમાં ટપાલ ખાતા ના ગોટાળાઓ અંગે વ્યાપક ફરિયાદો ઊભી થવા પામેલ છે જેમાં શહેરના સરપટણી રોડ ક્રેસેન્ટ સર્કલ તથા નવી જૂની માણેકવાડી આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા બે મહિનાથી ટપાલની ડિલિવરી થતી નથી તે બાબતે ચીફ પોસ્ટ માસ્તર જનરલ તથા ભાવનગર એચપી ઓના પોસ્ટ માસ્તર નું ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી અને જાણવા મળ્યા મુજબ સાપ્તાહિક મેગેઝીન ઓ તેમજ ધાર્મિક અને સામાજિક મેગેઝીન અને સાહિત્ય સહિત ની ટપાલો ડિલિવરી થવાને બદલે વ્યાપક પણે ગુમ થઈ રહી છે જે બાબત અત્યંત ચોંકાવનારી છે આ બાબતમાં વિજિલન્સ તપાસની માગણી પણ કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ટપાલ ખાતા દ્વારા કરવામાં આવતી નથી જો આ બાબતની તપાસ થાય તો ખૂબ મોટું ષડયંત્ર બહાર આવે તેવી શક્યતાઓ સ્થાનિક રહીશો વ્યક્ત કરી રહ્યા છે,
અહીં આ મેગેઝીનનો નું બારોબાર પસ્તીમાં વેચાણ થવાની શક્યતાઓ પણ તપાસવામાં આવે તેવું લોકો ઈચ્છે છે અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
ઉપરની બાબતો અંગે ચીફ પોસ્ટ માસ્તર સહિત જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top