ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ
મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત દુખદ અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારનું વિમાન અકસ્માતમાં નિધન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. બુધવારે સવારે જ્યારે તેઓ મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા ત્યારે લેન્ડિંગ દરમિયાન તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
DGCA દ્વારા મળેલી માહિતી અનુસાર, આ ખાનગી વિમાનમાં અજિત પવાર સહિત કુલ 6 લોકો સવાર હતા અને આ દુર્ઘટનામાં તમામ 6 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
