Saturday June 21, 2025

રાજકોટ જિલ્લામાં એસ.ટી.ડી., પી.સી.ઓ., કોઈનબોક્સ સંચાલકને રજિસ્ટર નિભાવવા આદેશ

રાજકોટ
કોઈન બોક્સ, પબ્લિક એસ.ટી.ડી.-પી.સી.ઓ. બુથ પરથી રાજકોટ ગ્રામ્ય –જિલ્લામાં થતા વિવિધ ગુનાઈત કૃત્યો અટકાવવા તથા જાહેર સલામતી તેમજ કાયદો વ્યવસ્થા જાળવવાના આશયથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.કે.ગૌતમે, રાજકોટ ગ્રામ્ય-જિલ્લામાં એસ.ટી.ડી., પી.સી.ઓ., કોઈનબોક્સ સંચાલકને રજિસ્ટર નિભાવવા ફરમાન જારી કર્યું છે.
જે મુજબ કોઈન કલેક્શન બોક્સ, એસ.ટી.ડી./પી.સી.ઓ. /આઈ.એસ.ડી. ધારકો તથા સર્વિસ પ્રોવાઇડર્સ (૧) ભારત સંચાર નિગમ લિ. (ર) રિલાયન્સ કોમ્યુનિકેશન લિ. (૩) ભારતી એરટેલ લિ. (૪) ટાટા ટેલી સર્વીસ લિ. (પ) આઇડીયા સેલ્યુલર લિમિટેડ તથા અન્ય‍ જે કોઇપણ કંપની ફ્રેન્ચાઇઝીથી એસ.ટી.ડી./ પી.સી.ઓ./ આઈ.એસ.ડી. અને કોઇન બોક્સની સુવિધા પુરી પાડતી હોય તેવા માલિક /સંચાલક/ફ્રેન્ચાઈઝી હોલ્ડરે કોઈન બોક્સ એસટીડી/પીસીઓ ઉપર ફોન કરવા આવનાર વ્યક્તિની (કોલરની) ઓળખ પ્રસ્થાપિત થાય તે માટેનું રજિસ્ટર નિયત નમૂનામાં નિભાવવાનું રહેશે. આ રજિસ્ટર એક વર્ષ સુધી સાચવી રાખવાનું રહેશે અને તપાસનીશ એજન્સીઓ માગે ત્યારે રજૂ કરવાનું રહેશે. આ રજિસ્ટરમાં ફોન કરનાર વ્યક્તિનું નામ, સરનામું, મોબાઈલ નંબર, કરેલા ફોન નંબર, ફોન કર્યા તારીખ, ફોન કર્યા સમય નોંધવાના રહેશે. આ હુકમ ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top