Saturday June 21, 2025

રાજ્ય કક્ષાની માસ્ટર એથલેટિક્સમાં દ્વારકાના ભડકેશ્વર યોગ ગ્રુપના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૧-૨૦૨૫

   તારીખ. 4 અને 5 જાન્યુઆરીના રોજ ભાવનગરના સીદસર ખાતે રાજ્ય કક્ષાની માસ્ટર એથલેટિક્સ સ્પર્ધામાં દ્વારકાના શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપના સાત ખેલાડીઓ સિદસર ખાતે જુદી જુદી રમતોમાં ભાગ લઈ, 13 મેડલો મેળવ્યા હતા.
                 જેમાં 30+ માં રાધિકાબેન દવે એ હેમર થ્રો, બર્છીફેંક તથા ડિસ્કસ થ્રો એમ ત્રણેય રમતમા ગોલ્ડ મેડલ, 40+ માં ભાવનાબેન માણેક ડિસ્કસ થ્રો માં ગોલ્ડ મેડલ, બરછી ફેંકમા બ્રોન્ઝ મેડલ, 50+ માધનજીભાઈ લુણાવીયા હાઈજમ્પમાં ગોલ્ડ તથા લોન્ગ જંમ્પ મા સિલ્વર મેડલ, 40+ માં નિમેષભાઈ પટેલ ગોળા ફેંકમાં સિલ્વર તથા બર્છી ફેંકમા સિલ્વર, 70+ માં હર્ષદરાય પુરોહિત 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ, હાઈજમ્પમા સિલ્વર મેડલ તથા ગોળા ફેંકમાં સિલ્વર મેડલ, 40+ માં મયુરધ્વજસિંહ ઝાલા, ગોળા ફેંકમા સિલ્વર મેડલ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દેવભૂમિ દ્વારકાનુ ગૌરવ વધાર્યું છે.
 ઉપરોકત તમામ ખેલાડીઓ શ્રી ભડકેશ્વર યોગ ગૃપના સંચાલક ચેતનભાઈ જીંદાણીના માર્ગદર્શન મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top