સુમિત ઠક્કર ,ભાવનગર
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા તા.૦૯/૦૨/૨૦૨૬ સોમવારે નેશનલ ટૂથ-એક ડે નિમિતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, સંચાલિત દિવાનપરા રેડક્રોસ ભવન અને રેડક્રોસ હોસ્પિટલ અલંગ ખાતે દાંત ના નિષ્ણાત ડૉકટર દ્વારા દાંત ની તપાસ વિના મૂલ્યે કરી આપવામાં આવી હતી, તેમજ દાંત માં થતા રોગોની માહિતી પણ આપવામાં આવી હતી આ પ્રસંગે ડો દિલીપભાઈ વાળા અને ડૉ ધ્યાનીબેન મહેતા, દ્વારા દાંતના રોગો ન થાય તે માટે નું માર્ગદર્શન પણ આપવા માં આવેલ અને જરૂરી નિદાન અને સારવાર પણ કરી આપવા માં આવી હતી વળી ખાસ કરી ને તમાકુ ના વ્યસન કરતા લોકો અને અલંગ ના કામદારો ની તપાસ કરવા માં આવી હતી અને જોખમી ચિહ્નો અંગે માર્ગદર્શન અને જરૂરિયાત મંદ ને માર્ગદર્શન પણ આપવા માં આવ્યું હતું.


