Headlines

રેવા સરકારી માધ્યમિક શાળામાં સ્વયં પાકનું આયોજન કરવામાં આવ્યું

મૂકેશ પંડિત, રેવા

સોમવારે રેવા ગામે સરકારી માધ્યમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે સ્વયંપાકનું આયોજન થયેલ. ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ સામાજિકતા, સમૂહ ભાવના, જીવન શિક્ષણ વગેરે ખ્યાલો વિકસે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાય છે. સ્વયંપાક ઉપક્રમમાં વિદ્યાર્થીઓ પોતાની જાતે ભોજન વાનગી નક્કી કરી પોતાના ઘરેથી જરૂરી કાચુ સીધું અને શાકભાજી લઈ આવે છે. સાથે મળી પોતાની રસોઈ બનાવી સમૂહમાં ભોજન લે છે. આ વર્ષે ઓળો અને રોટલાની મોજ માણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *