વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં રવિવારે થશે પર્વ ઊજવણી

જાળિયા બુધવાર તા.૨૯-૧૦-૨૦૨૫
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું આયોજન થયેલ છે. શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં રવિવારે આ પર્વ ઉજવણી થશે.
સનાતન પરંપરામાં દિવાળી બાદ નૂતનવર્ષમાં લગ્ન પ્રસંગોનાં પ્રારંભે તુલસીજી અને ઠાકોરજીનાં વિવાહનું સાંસ્કૃતિક મહાત્મ્ય રહેલું છે. કારતક સુદ ૧૧ એટલે આગામી રવિવારે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહ અને આસ્થા સાથે રવિવાર તા.૨ના તુલસી વિવાહનું આયોજન થયેલ છે.
શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં આ પર્વ ઉજવણી થશે, જે મુજબ રવિવારે સવારે ૮ કલાકે મંડપ મુહૂર્ત અને સાંજે ૬ કલાકે વિવાહ વિધિ રાખેલ છે. આ સાથે ભોજન પ્રસાદ યોજાશે.
