જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૬
ખંભાળિયા તાલુકાના સીદસરા ગામે ગઈકાલે સોમવારે બપોરના સમયે એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી હોવાની જાણ સ્થાનિક સરપંચ દ્વારા ખંભાળિયા ફાયર વિભાગને કરવામાં આવી હતી. આથી ફાયર વિભાગના અધિકારી મીતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનો તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને નોંધપાત્ર જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
સદભાગ્યે કોઈ જાનહાની કે કોઈ વ્યક્તિને ઈજાઓ થવા પામી ન હતી. આ આગ રાંધણ ગેસ સિલિન્ડર લીકેજ થવાના કારણે સિલિન્ડર ફાટ્યો હોવાથી લાગી હતી. ફાયર સ્ટાફે ઘટના સ્થળે રહેલા બે ગેસ સિલિન્ડરને પણ બહાર કાઢી, વધુ નુકસાની થતા અટકાવી હતી.



(ફોટો:- કુંજન રાડિયા)
