Headlines

સુદર્શન સેતુ બ્રિજ પર દોડતી કાર માથે બેસીને રીલ બનાવતો બનાસ કાંઠાના કિશન જાદવ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૬

     ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં સુદર્શન સેતુ ઉપર ફોર વ્હીલર મોટરકાર મારફતે ભયજનક રીત રીલ બનાવતા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેરા ગામના રહીશ એવા કિશન કુવરસિંહ જાદવ નામના 23 વર્ષના શખ્સને ઓખા મરીન પોલીસે પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લઇ, તેની સામે વિધિવત રીતે ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ તેને સ્થાનિક અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલતે આરોપી વાહન ચાલક કિશન જાદવને સજા ફટકારતો હુકમ કર્યો હતો. 

      આ સમગ્ર કાર્યવાહી ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર ઝરૂની સૂચના મુજબ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *