
Sneha Dudhrejiya
નાનપણમાં આપણી માતા જે સાડી ના પાલવ થી આપણને તડકાથી ઢાંકીને રાખ્યા હતા. પોતે આખો દિવસ કામ કરીને થાકી ગયા પછી જે પાલવ વડે પોતાનું કપાળ લુછતાં અને વાપરવા માટે જે પાલવડે બાંધેલો સીકો કે નોટ આપતાં હું વાત કરુ છું એજ સાડીમાંથી બનાવેલા ગોદડા ની. દરેક ના ઘરમાં દાદીમાં કે નાનીમાં એ બનાવેલા ગોદડા હોય જ છે. સામાન્ય લગતા આ ગોદડા માં એક આશીર્વાદ છુપાયેલો હોય છે. જયારે એ ગોદડામાં નીંદર કરતા ને ત્યારે શાંતિનો અનુભવ થતો. નિરાંતે નીંદર આવતી. આજના આધુનિક યુગમાં ગોદડા નું સ્થાન બ્લેન્કેટ લય લીઘું છે. જેમાં આખીરાત નીંદર આવે પણ છે નથી પણ આવતી… ગોદડા માં તો માની કે દાદીમાની કે નાનીમાં હાથની મહેનત અને પ્રેમ હતો. વ્હાલ હતો જે જિંદગી ની ભાગદોડ માં નિરાંત નો અનુભવ આપતો. નાનપણમાં પહેરેલા એ ટૂંકા થઈ ગયેલા કપડાં અંદર ગોઠવીને ઉપર માતાની સાડીનું ચડાવેલું પડ એટલે બની જતું મસ્તીનું ગોદડું. એમ કહી શકાય કે અનમોલ ગોદડું. જે આજે ઓછા જોવા મળે છે. છતાં પણ દરેકના ઘરમાં આજે પણ મળી આવે છે. દાદીમા કે નાનીમાં કે માતા નું બનાવેલું આ ગોદડું. જે ઓઢીને માના પાલવ જેવી શાંતિ નો અનુભવ થાય છે. ગર્વ છે આવા ગોદડા પર જેમાં માતાનો પ્રેમ દાદીમાનો વાલ અને નાનીમાનો લાડ સમયેલો છે. એક એક દોરાની સિલાઇ માં યાદો સમાયેલી છે.ઘણીવાર પપ્પા થી બચવા એમાં છુપાયા હતા આપણે તો ઘણીવાર એજ પાલવે આપણા આંસુ લુછીયા હતા ઘણીવાર વાર માતાના આંસુ પણ એજ પાલવમાં સમાયા હતા. એજ સાડીના પાલથી ઢાંકીને અમૃત પીવડાવ્યું હતું. એજ સાડીનું ગોદડું. જેમાં અનેક યાદો એનેક કિસ્સા ઓ સમાયેલા છે. એજ ગોદડું આજે ઘરના એક પણ કબાટના ખાના માં જોવા મળતું નથી. માતા ના વ્હાલ ના દરિયા માં સફર કરવાની ચાવી એટલે તેમની સાડી માંથી બનાવેલું આ “ગોદડું “
વધતી જતી આધુનિકતામાં ક્યાંક ખોવાય ગયું છે માના આશીર્વાદ વાળું અનમોલ ગોદડું…..ખોવાઈ ગયો છે એ માનો પાલવ જ્યાં જિંદગી સ્વર્ગ લાગતી. માનિયે તો આજે પણ અનમોલ છે આ માતા ની જૂની સાડી માંથી બનેલું
અંતરના આશીર્વાદથી ભરેલું અનેરી યાદોથી મહેકેલું “ગોદડું “
નાનપણમાં આપણી માતા જે સાડી ના પાલવ થી આપણને તડકાથી ઢાંકીને રાખ્યા હતા. પોતે આખો દિવસ કામ કરીને થાકી ગયા પછી જે પાલવ વડે પોતાનું કપાળ લુછતાં અને વાપરવા માટે જે પાલવડે બાંધેલો સીકો કે નોટ આપતાં હું વાત કરુ છું એજ સાડીમાંથી બનાવેલા ગોદડા ની. દરેક ના ઘરમાં દાદીમાં કે નાનીમાં એ બનાવેલા ગોદડા હોય જ છે. સામાન્ય લગતા આ ગોદડા માં એક આશીર્વાદ છુપાયેલો હોય છે. જયારે એ ગોદડામાં નીંદર કરતા ને ત્યારે શાંતિનો અનુભવ થતો. નિરાંતે નીંદર આવતી. આજના આધુનિક યુગમાં ગોદડા નું સ્થાન બ્લેન્કેટ લય લીઘું છે. જેમાં આખીરાત નીંદર આવે પણ છે નથી પણ આવતી… ગોદડા માં તો માની કે દાદીમાની કે નાનીમાં હાથની મહેનત અને પ્રેમ હતો. વ્હાલ હતો જે જિંદગી ની ભાગદોડ માં નિરાંત નો અનુભવ આપતો. નાનપણમાં પહેરેલા એ ટૂંકા થઈ ગયેલા કપડાં અંદર ગોઠવીને ઉપર માતાની સાડીનું ચડાવેલું પડ એટલે બની જતું મસ્તીનું ગોદડું. એમ કહી શકાય કે અનમોલ ગોદડું. જે આજે ઓછા જોવા મળે છે. છતાં પણ દરેકના ઘરમાં આજે પણ મળી આવે છે. દાદીમા કે નાનીમાં કે માતા નું બનાવેલું આ ગોદડું. જે ઓઢીને માના પાલવ જેવી શાંતિ નો અનુભવ થાય છે. ગર્વ છે આવા ગોદડા પર જેમાં માતાનો પ્રેમ દાદીમાનો વાલ અને નાનીમાનો લાડ સમયેલો છે. એક એક દોરાની સિલાઇ માં યાદો સમાયેલી છે.ઘણીવાર પપ્પા થી બચવા એમાં છુપાયા હતા આપણે તો ઘણીવાર એજ પાલવે આપણા આંસુ લુછીયા હતા ઘણીવાર વાર માતાના આંસુ પણ એજ પાલવમાં સમાયા હતા. એજ સાડીના પાલથી ઢાંકીને અમૃત પીવડાવ્યું હતું. એજ સાડીનું ગોદડું. જેમાં અનેક યાદો એનેક કિસ્સા ઓ સમાયેલા છે. એજ ગોદડું આજે ઘરના એક પણ કબાટના ખાના માં જોવા મળતું નથી. માતા ના વ્હાલ ના દરિયા માં સફર કરવાની ચાવી એટલે તેમની સાડી માંથી બનાવેલું આ “ગોદડું ” આશીર્વાદ વાળું અનમોલ ગોદડું…..