પોરબંદર પોલીસની માનવતા: બંગડી બજારમાં ઈજાગ્રસ્ત વૃદ્ધાની વહારે આવ્યા મહિલા પોલીસ કર્મીઓ, સમયસર હોસ્પિટલ પહોંચાડી દાખવ્યું જનસેવાનું ઉદાહરણ
ધ ગ્રેટ વર્લ્ડ | પોરબંદર: ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ના સૂત્રને સાર્થક કરતા પોરબંદર પોલીસ વિભાગના મહિલા કર્મચારીઓએ શહેરના વ્યસ્ત એવા બંગડી બજાર વિસ્તારમાં જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ફરજ પર તૈનાત મહિલા એ.એસ.આઈ. અને ટ્રાફિક બ્રિગેડના સભ્યએ અકસ્માતનો ભોગ બનેલા એક વૃદ્ધાને તાત્કાલિક સારવાર અપાવી માનવતા મહેકાવી હતી, જેની અત્યારે પંથકમાં ભારે પ્રશંસા થઈ…
