Headlines

હળિયાદની વડીલ મહિલાઓને દેલવાડાના દર્શન કરાવતી બગસરાની વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા

મુકેશ પંડિત – બગસરા
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા દ્વારા મહિલા સશક્તિકરણ ની વિવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે. આજે સંયુક્ત કુટુંબો તુટી રહ્યા છે. જુની પેઢી અને નવી પેઢી વચ્ચે અંતર વઘી રહ્યું છે, પરીણામે કુટુંબ સંસ્થા સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા દ્વારા મહિલા મંડળ ની બહેનો માટે, માવતર ના ઘેર કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત તારીખ ૪ જાન્યુઆરી ના રોજ બગસરા તાલુકાના જુની હળીયાદ અને નવી હળિયાદ ગામ ના મહિલા મંડળ ની બહેનો ને ઉના તાલુકાના દેલવાડા ગુપ્ત પ્રયાગ વુધ્ધાશ્રમ ની મુલાકાતે લય જવા મા આવેલ જ્યાં વડિલો સાથે સત્સંગ કરી, એક લાગણીસભર પારીવારીક વાતાવરણ ઉભું થયું હતું. આમ લોક સંવેદના જગાડવા માટે નો આ નવતર અભિગમ થી અનેક બહેનો ના જીવન મા હકારાત્મક અભિગમ વિકસે રહ્યો છે, પરીણામે વૈચારિક પરિવર્તન પણ જોવા મળે છે. પારીવારીક ભાવના મજબૂત બનાવવા માટે ના નવતર પ્રયાસ ના સારા પરીણામો જોવા મળી રહ્યા છે તેમ દેવચંદ સાવલિયા, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા પરીવાર ‌દ્વારા  જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *