Headlines

ખંભાળિયામાં આવતીકાલે ડાયાબિટીસ અને બીપીનો કેમ્પ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬

      ખંભાળિયાની સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે આવતીકાલે રવિવાર તારીખ 1 માર્ચના રોજ અહીંના જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દાતાઓના સહયોગથી સવારે 9 થી 11 વાગ્યા સુધી નિઃશુલ્ક નિદાન, સારવાર અને દવા વિતરણ કરવામાં આવનાર છે. જેનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *