
હરેશ જોષી, અમરેલી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત પુસ્તકાલયનું તા.૨૭/૧/૨૫ સોમવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પુસ્તકાલયમાં ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં લાઠી તાલુકાના યુવાનોને કેન્દ્રમાં રાખીને એ પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ પુસ્તકાલયનું ઉદ્ઘાટન હીપાવડલીનાં લટુરીયા હનુમાનજી આશ્રમના સંત પૂજ્ય જશુબાપુએ કરેલું હતું તેમજ વડોદરાના માર્ગીસ્મિત સ્વામી મુખ્ય અતિથિ હતા.

તદુપરાંત દર્શન વિદ્યાલય- રતનપરનાં સંચાલક મહેશભાઈ કાનાણી, જાણીતા ઉદઘોષક અને શિક્ષણવિદ ભરતભાઈ દેવૈયા, લાઠીના અગ્રણી હર્ષદભાઈ પંડયા, સરપંચ જશુભાઈ ખુમાણ , તાલુકા પંચાયત સદસ્ય બાબુભાઈ ખુમાણ, આચાર્ય સુનિલભાઈ ગોયાણી, સંનિષ્ઠ શિક્ષક પાર્થ તેરૈયા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ડો. જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત આ નવમું પુસ્તકાલય છે.