ભાવનગરના ગારીયાધારની રૂ. ૧૦.૧૨ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: કલરના ગોડાઉનમાં ખાતર પાડનાર ૫ શખ્સો ઝડપાયા
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૦ ભાવનગર જિલ્લાના ગારીયાધારના ‘શાલીમાર પેઈન્ટ’ ગોડાઉનમાંથી થયેલી લાખોની ચોરીના ગુનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ગારીયાધાર પોલીસની સતર્કતાને કારણે ચોરીનો તમામ મુદ્દામાલ અને મુખ્ય આરોપીઓ સકંજામાં આવ્યા છે. ગત તા. ૧૭/૦૨/૨૦૨૬ ના રોજ ગારીયાધાર સ્થિત શાલીમાર પેઈન્ટના ગોડાઉનમાંથી આશરે રૂ.૩.૪૩ લાખના બ્રાન્ડેડ કલરની ચોરી થઈ હતી. આ વણઉકેલાયેલા ગુનાને ઉકેલવા…
