દિવ્ય અખંડ જ્યોતિ કળશ નું ટીમાણા ગામ ખાતે સ્વાગત થયું હરેશ જોષી, ટીમાણા માનવમાં દેવત્વનો ઉદય થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય તેમજ સૌની વિચાર શુધ્ધિ થાય તે માટે શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત જ્યોતિ કળશ યાત્રાનું ભાવનગરના દરેક તાલુકા અને ગ્રામ્ય પંથકમાં પરિભ્રમણ શરૂ રહ્યું છે.આજે આ ખાસ વાહનમાં જ્યોતિ કળશ યાત્રાની તળાજા તાલુકાના ટીમાણા […]
Category: Talaja
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં રોયલના ખેડુતના દીકરા હિતેશ સાંગાણીએ 99.84 પી.આર.મેળવ્યા
હરેશ જોષી, રોયલ તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં રોયલ ગામના ખેડુત મુકેશભાઈના દીકરા હિતેશ સાંગાણીએ 99.84 પી.આર.મેળવ્યા છે.
ખડસલિયા શાળાના આચાર્ય વંદના ગોસ્વામીની પાઠ્યપુસ્તક મંડળમાં પસંદગી
હરેશ જોષી. તળાજા તળાજાના વંદના ગોસ્વામીની ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના ધોરણ -૮ ના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં સમીક્ષક તરીકે પસંદગી થઇ છે. હાલ તેઓ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-ખડસલિયામાં આચાર્યા(G.E.S.ક્લાસ -૨) તરીકે સેવા આપી રહ્યા છે. અનેક સંસ્થામાં શૈક્ષણિક વિષય પર વક્તવ્ય અને લેખક તરીકે વંદનાબહેન કાર્યરત છે. ભાવનગરની વિવિધ સંસ્થાઓમાં સેવા આપી […]
કુંઢેલી પ્રાથમિક શાળાના બાળકોએ તળાજાના વિવિધ સ્થળોની મુલાકાત લઇ માહિતી મેળવી
પ્રિ વોકેશનલ અને બેગલેસ ડે કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોએ પ્રવાસ માણ્યો Haresh Joshi, Kundheli તળાજા તાલુકાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. ધો 6 થી 8 ના બહેનો અને ભાઈઓએ બેગલેસ ડે તેમજ પ્રિ વોકેશનલ કાર્યક્રમ હેઠળ એક્સપ્લોજર મુલાકાત લઇ માહિતી મેળવી હતી.તળાજા શહેરના આ પ્રવાસમાં ન્યાય મંદિર, મામલતદાર કચેરી, pgvcl કચેરી, પોલીસ […]
કુંઢેલી ગામે વતનપ્રેમી દાતાઓ દ્વારા મુખ્ય ગેટ તેમજ પાણીના પરબનું ભૂમિપૂજન થયું
શિક્ષણપ્રેમી દાતાની સખાવતથી શાળામાં ગેટ તેમજ પાણીનું પરબ તથા ગામમાં વિશાળ મુખ્ય ગેટ નિર્માણ પામશે હરેશ જોશી, કુંઢેલીતળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે પ્રાથમિક શાળામાં નવા નિર્માણ થયેલ બિલ્ડિંગમાં મુખ્ય ગેટના દાતા ગોરધનભાઈ ઓધાભાઈ ગોટી પરિવાર દ્વારા આજે શાળાના ગેઈટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.તેમજ કુરજીભાઈ મોહનભાઈ ગોટી તથા જયસુખભાઈ નથુભાઈ કાળાભાઈ ગોટી પરિવાર દ્વારા નવા સંકુલમાં […]
ગણેશ શાળા ટીમાણામાં ભવ્ય વાર્ષિકઉત્સવ યોજાયો
બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા Haresh Joshi, Timana ગણેશ શાળા ટીમાણામાં ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શાળાના બાળકોએ અભિનય ગીતો, નાટકો, યોગાસન, પિરામિડ વગેરે કૃતિઓ રજૂ કરી હતી. કૃતિઓમાં દેશભક્તિ,ધાર્મિક,કુંભ મેળો,મોબાઈલની આડઅસરો જેવા ભાવો રજૂ થયા.વિવિધ પરીક્ષાઓમાં પોતાની પ્રતિભા સમકાવતા વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો […]
તળાજામાં આશુતોષ અન્નક્ષેત્ર દ્વારા દાહક ગરમીમાં ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને ચપ્પલ વિતરણ
હરેશ જોષી, તળાજા આશુતોષ અન્નક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ઘણા વરસથી એક પણ દિવસ ચુક્યા વગર નિરાધારો, પાગલ અને ઝૂંપડપટ્ટીમાં નિયમિત શિવ કથાકાર ભરદ્વાજબાપુ તેમજ તેમનો પરિવાર જાતે સ્વાદિષ્ટ ભોજન બનાવી અને પીરસવા જાય છે તેમજ દાતાશ્રી ની સખાવતથી મહિનામાં 4 વાર બાળકો ને રમકડાં આપે છે સાથે સાથે જરૂરિયાતમંદ માટે વસ્ત્રોનું દાન પણ કરાય છે. […]
કોન બનેગા હજારોપતિ ? : રાળગોનની જ્ઞાનમંજરી સ્કૂલમાં કોન બનેગા 21000 પતિ સ્પર્ધા યોજાઈ
હરેશ જોષી, રાળગોન તળાજા તાલુકાના રાળગોન ગામની જ્ઞાનમંજરી સ્કૂલમાં તા. ૩૧/૦૩/૨૦૨૫ સોમવાર દિવસે આજુબાજુના ૫૪ ગામના ધોરણ ૮ ના વિધાર્થીઓની કોન બનેગા એકવીશહજારપતિ સ્પર્ધા યોજાઈ હતી. શાળામાં દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરી વિધાર્થીઓની માનસિક ક્ષમતામાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે . સાથે ભાગીદાર બનનાર તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર અને શુભેચ્છા ભેટ શાળા તરફથી […]
સિદ્ધેશ્વર વિદ્યાલય ટીમાણા શાળામાં મુંબઈના દાતા તરફથી બંધાવી આપેલ “વહેતી જલધારા “નું લોકાર્પણ
હરેશ જોષી, ટીમાણા આ લોકાર્પણ કાર્યક્રમ માં અમિતભાઈ શાહ અને રોટરી ક્લબ પ્રોજેક્ટ ઓફિસર ડૉ.મોનાબેન શાહ અને સાથે મનિષાબેન શાહ અને વિજયભાઈ જૈન ઉપસ્થિત રહ્યા હતા.સાથે વિવેકાનંદ કેળવણી મંડળ ટીમાણાના પ્રમુખ, મંત્રીશ્રી, સરપંચશ્રી, ભૂતપૂર્વ કર્મચારીઓ, ગામના આગેવાનો તેમજ સ્ટાફ હાજર રહેલ.આ પરબથી વિદ્યાર્થીઓને કાયમ માટે ઠડું અને શીતળ, શુદ્ધ પાણી મળતું રહેશે.અને આ શુભેચ્છક તરફથી […]
