કલોલમાં રામકથાનો મંગલ પ્રારંભ: ‘જપ-તપથી પરમાત્મા અને પ્રેમથી સદગુરુ પ્રાપ્ત થાય છે’ – પૂ. રામેશ્વર બાપુ
મુકેશ પંડિત, ગાંધીનગર ગાંધીનગરના કલોલ સ્થિત પંચવટી વિસ્તારમાં શ્રીરામ દૂત હનુમાનજીના સાનિધ્યમાં પૂજ્ય રામેશ્વર બાપુના મુખેથી રામકથાનો ભવ્ય પ્રારંભ થયો છે. કથાના પ્રથમ દિવસે નીકળેલી દિવ્ય પોથી યાત્રામાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. પૂજ્ય બાપુએ કથાના પ્રારંભમાં જણાવ્યું હતું કે, રામચરિત માનસમાં તુલસીદાસજીએ સરસ્વતી અને ગણપતિની વંદના દ્વારા વાણી અને જ્ઞાનના સમન્વયનો મહિમા સમજાવ્યો છે….
