Saturday July 26, 2025

ઘરઘાટી, નોકર, રસોઇયા, વોચમેન, માળીની વિગતો જાહેર કરવા પોલીસ કમિશ્નર રાજકોટનું ફરમાન

રાજકોટરાજકોટ શહેરમાં ભુતકાળમાં બનેલ લુટ, ધાડ, ખુન તથા અપહરણ જેવા બનાવોમાં રહેણાંક વિસ્‍તારના મકાનો/બંગલાઓમાં કામ કરતા ધરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી વગેરે સંડોવાયેલા હોય છે, જેઓ મકાન માલીકનો વિશ્વાસ મેળવી તેઓના મકાન તથા તેમની પ્રવૃતિ ઉપર વોચ રાખી પોતે તથા તેના સાગરીતો દ્વારા મિલ્‍કત સબંધી તેમજ શરીર સબંધીના ગંભીર ગુન્‍હા આચરતા હોય છે, તેમની […]

રાજકોટ શહેરમાં ઉતારો લેનાર મુસાફરોની ઓનલાઈન પોર્ટલ “પથિક” પર એન્ટ્રી કરવાના આદેશો

રાજકોટ ત્રાસવાદીઓ અને અસામાજીક તત્વો શહેરના વિસ્તારમાં આવેલા હોટલ, લોજ, બોર્ડીંગ, ઘર્મશાળા તથા મુસાફરખાનાઓમાં ગુપ્ત રીતે આશરો લેતા હોય છે. ભીડભાડવાળી જગ્યાની માહિતી મેળવી દેશ વિરોધી કૃત્યને અંજામ આપે છે. જે બાબતને ધ્યાનમાં લઈ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જાહેર કરેલા હુકમો મુજબ હોટલ, લોજ બોર્ડીંગ, ધર્મશાળા તથા મુસાફરખાના સહિતના માલીકોએ તેમને ત્યાં આશરો […]

ઓલમ્પિકમાં કુસ્તી રમીને ભારત માટે ગોલ્ડ જીતવો છે” :પ્રાચી જાધવ

વર્ષ ૨૦૧૮માં ખેલ મહાકુંભથી કરાટેની જાહેર સ્પર્ધા રમનારી રાજકોટની પ્રાચી જાધવે રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ જીત્યા છે પ્રાચીએ શાળા, યુનિવર્સિટી તથા રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળીને જીત્યા છે ૪૦ મેડલ સાફલ્ય ગાથા: સંદીપ કાનાણી “ગુજરાત સરકારનો ખેલ મહાકુંભ ખેલાડીઓને પોતાની ક્ષમતા અને રમતના કૌવતના પ્રદર્શન માટેનો શ્રેષ્ઠ મંચ છે. જો ખેલ મહાકુંભ ના […]

રાજકોટમાં ખાનગી બોરવેલની તમામ બાબતો લોકોએ પોલીસ સમક્ષ જાહેર કરવી પડશે

રાજકોટખુલ્લા બોરને કારણે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારની હદમાં બનતા જીવલેણ અકસ્માતો અટકાવવા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ નીચે મુજબના આદેશો તા. ૨૮/૦૨/૨૦૨૫ સુધી જારી કર્યા છે.જે અનુસાર જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સંબંધિત વિભાગની મંજૂરી મેળવેલ છે તે અંગેની જાણ જમીન માલિક/બોર માલિક તથા બોર બનાવતી એજન્સીએ સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા […]

પોરબંદરમાં સ્વીડનથી આવેલ એનઆરઆઈનો 70 હજારનો ફોન ગણતરીની કલાકોમાં શોધી આપતી પોલીસ

પોરબંદરપોરબંદરની મુલાકાતે આવેલા એનઆરઆઈ પારુલબેન ઇશ્ર્વરભાઇ મેણંદભાઇ સીસોદીયા (ઉ.વ ૫૧, રહે. સ્વીડન)તેમના પતિ ઇશ્ર્વરભાઇનો આઇફોન મોબાઇલ ફોન કિં.રૂ.૭૦,૦૦૦/- નો કમલાબાગ બેંક ઓફ બરોડા થી જ્યુબેલી જનકપુરી સોસાયટી સુધી રીક્ષામાં બેસી જતી વખતે રીક્ષામાં જ પડી ગયેલ હોય જેથી નેત્રમ- કમાન્ડ & કંટ્રોલ સેન્ટર પોરબંદરનો સંપર્ક કરતા નેત્રમ ઈન્ચાર્જ પીએસઆઇ આર.ડી.ચૌહાણની સુચના મુજબ નેત્રમ શાખા સ્ટાફ […]

રાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

રાજકોટરાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પ્રતિબંધ ફરમાવ્યો છે.શહેર પોલિસ કમિશનરેટ વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓ જેવી કે પોલીસ કમિશનરની કચેરી, જિલ્લા કલેક્ટરની કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનની કચેરીઓ, નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્યની કચેરી, પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલ, રાજકોટ શહેર […]

રાજકોટની અપહૃત તરૂણીની ભાળ આપવા પોલીસની જાહેર અપીલ

રાજકોટરાજકોટના ભગવતીપરાના રહેવાસી સરોજબેન જીવણભાઈ દેથરિયાની ૧૬ વર્ષીય દીકરીનું તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ૬:૦૦ વાગ્યાના અરસામાં ભગવતીપરામાં પોતાના ઘરેથી અપહરણ થયેલ છે. આરોપી લલચાવી ફોસલાવી લઈ ગયો હોવાની બાતમી મળી છે. તેમના વિષે કોઈ જાણકારી મળે તો બી.ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રાજકોટ જિલ્લામાં મકરસંક્રાંતિ અને પ્રજાસત્તાક પર્વ સંબંધે હથિયારબંધી

રાજકોટઆગામી દિવસોમાં મકરસંક્રાંતિ અને પ્રજાસત્તાક દિન જેવા તહેવારોની ઉજવણી થનાર છે, તેમજ જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષો-સંગઠનો દ્વારા આંદોલનો, રેલી-ધરણા જેવા કાર્યક્રમો અપાતા હોય છે, ત્યારે રાજકોટ ગ્રામ્ય-જિલ્લાના વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા, જાહેર સુલેહ-શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.કે.ગૌતમે તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હથિયારબંધી […]

વિંછીયા તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ જાન્યુઆરીએ યોજાશે

રાજકોટગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના નાગરીકોના ગ્રામ્યકક્ષા કે તાલુકાકક્ષાના પ્રશ્નોનો અસરકારક અને ન્યાયીક રીતે ઉકેલ થાય, તે માટે તાલુકાકક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અમલી બનાવ્યો છે. જે અંતર્ગત વિંછીયા તાલુકા માટે તાલુકાકક્ષાના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે આગામી તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સવારે ૧૧ કલાકે વિંછીયામાં મામલતદાર કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત […]

નગર રચના યોજના નં-૨૦ નાના મવાની આખરી યોજના જાહેર કરાઈ

અપીલકર્તાઓ ૩૦ દિવસમાં નિર્ણય સામે અપીલ કરી શકશે રાજકોટરાજકોટના નગર રચના યોજનાના નગર નિયોજક-૨ અધિકારીશ્રી દ્વારા નગર રચના યોજના નં-૨૦ નાનામવાની આખરી યોજના અંગેના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે.જે અન્વયે નિયોનુસાર જે તે પ્લોટ માટે લેવાયેલા નિર્ણયોના ઉતારા, નમૂનો ‘‘ડ’’ મુજબ, નગર રચના યોજના નં-૨૦ (નાનામવા)માં આવતી દરેક મિલકતોના માલિકોને પહોંચાડવાની તજવીજ કરવામાં આવી રહી […]

Back to Top