Headlines

ગુજરાતી ગ્રંથ-પ્રકાશનનું ગૌરવશિખર : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અને એના સૂત્રધાર મનુભાઈ શાહ

રોહિત શાહ તમને સૌને ઈર્ષા ઉપજે એવી એક વાત કહું ? દુનિયામાં મને મળી છે એવી જોબ (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય) અને મને મળ્યા છે એવા શેઠ – બૉસ (મનુભાઈ શાહ) કદાચ કોઈને નહીં મળ્યા હોય !મારી નોકરી બેસ્ટ છે એનો પુરાવો એ કે ત્યાં મારે કોઈ હાજરીપત્રકમાં સહી કરવાની હોતી નથી અને ગમે તેટલા દિવસ…

Read More

ગઝલ : ગિરીશ રઢુકિયા – ગ્લોબલ

સ્હેજ અસમંજસ હજી એ વાતમાં છે.સાથમાં છે, એ ખરેખર સાથમાં છે? હાથતાળી આપતી એ સૌ ક્ષણો પણ,ક્યાંક પકડાશે, અમારા લાગમાં છે. કો’ક દાડો ફૂટશે ફણગાં મજાના,બીજ મેં વાવી દિધેલા ચાસમાં છે. આગ ભડ- ભડ થાય પણ સળગે નહિ જો,જીવ કોનો આ પુરાયો લાશમાં છે? તોય શાંને આટલા વિખવાદ થાતાં?બુધ્ધમાં છે એજ સારપ રામમાં છે.

Read More

ગઝલ

જો ગયો વિશ્વાસ, પાછો ના જ આવ્યો.આ સમય પણ રાસ, પાછો ના જ આવ્યો. સુખમાં પાછળ રહે, હો દુઃખમાં આગળ,મિત્ર એવો ખાસ પાછો ના જ આવ્યો. એ પરત આવ્યા ખરાં એની જ મેળે,જે હતો સહવાસ, પાછો ના જ આવ્યો. ખૂબ પજવે છે મને શાંતિ હવે તોમીઠડો કંકાસ પાછો ના જ આવ્યો. રાજ – સત્તા ભોગવીને…

Read More

પહેલી ધારની વાત – નારન બારૈયા

લીંબુ: ખાટાં ફળમાં રહેલી મીઠાશ લીંબુ ભલે સ્વાદમાં ખાટું હોય પણ લવ સ્ટોરીમાં લીંબુ આવવાથી પ્રેમ રસ ખાટો થઈ જતો નથી બલ્કે મીઠો થાય છે અને એટલે જ પ્રેમિકાઓ ગાય છે: લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા રાજ લીંબુડા ઝૂલે તારા બાગમાં… નહિતર લીંબુના ઝાડ ઉપર તો પ્રેમી-પ્રેમિકા હિન્દી ફિલ્મોના ગીતો માં જે ભારેમાંથી રોમાંચ કરે…

Read More

પહેલી ધારની વાત

– નારન બારૈયા આવી યોજનાઓ બંધ કરીને ખેડૂતને આત્મનિર્ભર કે સ્વનિર્ભર બનાવશે સરકાર? પોષણક્ષમ ભાવની જરૂર શું છે? અને બીજા સરકારી લાભોની જરૂર શું છે? ખેડૂતે પોતે જ આત્મનિર્ભ રહેવાની જરૂર છે. વસ્તુના ભાવ એ તો ડિમાન્ડ એન્ડ સપ્લાય પર આધારિત વધતી-ઘટતી બાબત છે. ખેડૂતો વાત વાતમાં ટેકાના ભાવ, પોષણક્ષમ ભાવ વગેરે અનેક અનેક જાતના…

Read More

કાવ્ય આસ્વાદ (તપાસ)

– નારન બારૈયા કવિ સ્નેહલ જોશીનો એક અદભુત, અદ્વિતીય, અમર, ખતરનાક શેર… બાટલો ચડતો રહ્યો ટીપે ટીપે,સાવ ખાલી હું અહીં થાતો રહ્યો. બાટલામાંથી નીકળતી નળી કવિના શરીરમાં જોડવામાં આવી હતી. પરંતુ કવિના શરીરમાંથી નીકળેલી નળી ક્યાં જોડવામાં આવી હતી તે તપાસનો વિષય છે કારણ કે કવિ અહીં પોતે સાવ ખાલી થયા અંગે સ્ટેટમેન્ટ આપે છે….

Read More

પહેલી ધારની વાત

– નારન બારૈયા [ Assassination: the Brutal Political Crime ] એસેસિનેશન: રાજકારણમાં ગમે ત્યારે ગમે તે બની શકે… નથુરામ ગોડસે નામના માણસે રાષ્ટ્રપિતા ગાંધીજીને પિસ્તોલની ગોળીઓથી ઓલવી નાખ્યા તે એસેસિનેશન હતું: ઇશુનું ક્રુસિફિકશન પણ એક એસેસિનેશન છે ઇરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈનને ફાંસી આપવામાં આવી, પણ સદ્દામના ચાહકો એમ કહે છે કે હકીકતમાં અમેરિકન સરકારના ઇશારે…

Read More

વાર્તા : ઝૂરાપો – ગિરીશ રઢુકિયા

હેતભરી વિદાય આપી તે હમણાં જ ઘેર પહોંચી હતી અને આવીને પલંગમાં ઝુકાવ્યું હતું. માનસી ચાર વર્ષની અને નાની દીકરી રૂપલ બે વર્ષની હતી ત્યારે જ પોતાનો ચાંદલો ભૂંસાઈ ગયો હતો. ભરયુવાનીમાં પોતે વિધવા થઈ હતી. છેક ત્યારથી માંડી આજ લગી બન્ને દીકરીઓને મા અને બાપ બંનેનો પ્રેમ આપી પુરા લાડકોડથી ઉછેરી ભણાવી ગણાવી હતી….

Read More

પહેલી ધારની વાત

– નારન બારૈયા ચાહક, આક્ષેપ, રદિયા વેચાણ કેન્દ્ર છૂટક આક્ષેપોનો ઓર્ડર સ્વીકારતા નથી, તમારે તમારા ઉપર ઓછામાં ઓછા ત્રણ આક્ષેપ કરાવવા ફરજિયાત છે: અમે તૈયાર કરેલ આક્ષેપો અમે આપના પર મૂકીએ ત્યારે તમે એને ખોટા ગણાવશો અને અમારી વિરુદ્ધમાં તેનો રદિયો આપશો એવી ખાતરી આપવી પડશે તમારે આનાથી પણ વધારે પબ્લિસિટી જોઈતી હોય તો અમે…

Read More

પહેલી ધારની વાત

– નારન બારૈયા મારી શિયાળુ શોધ : W= BO³ [[ શિયાળાના સ્નાન કૌભાંડો : ભાગ 1]] ” અરે બારૈયાજી ! તમારી થીયરી W=BO³નો અભ્યાસ કર્યા પછી મેં નોર્થ કોરિયામાં શિયાળા દરમિયાન ત્રણથી વધુ વખત સ્નાન કરવા ઉપર પ્રતિબંધ મૂકવા માગું છું અને સીજન દરમિયાન ચોથું સ્નાન કરનારને સીધે સીધા ગોળીએ દેવાની જોગવાઈ કરવા માગું છું”…

Read More