ભાવનગરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા ગરિમાપૂર્ણ રીતે ‘શિવ ધ્વજારોહણ’ કાર્યક્રમ સંપન્ન: 90મી શિવ જયંતીની ભવ્ય ઉજવણી
વિપુલ હીરાણી, ભાવનગર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભાવનગર સેવા કેન્દ્ર દ્વારા 90મી શિવ જયંતીના પાવન અવસરે ભવ્ય ‘શિવ ધ્વજારોહણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીવનમાં પાંચ ‘A’ ઉતારવાની પ્રતિજ્ઞા કાર્યક્રમના પ્રારંભમાં બ્રહ્માકુમાર મુકેશભાઈ જોશીએ ઉપસ્થિત મહેમાનો પ્રકાશભાઈ ઘામેચા, અશોકભાઈ નાણાવટી અને આનંદભાઈ ત્રિવેદી સહિત તમામ…
