શંકરાચાર્યજીના પંચદેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા: કાગધામમાં પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં ‘કાગ વંદના’ યોજાઈ
મુકેશ પંડિત, કાગધામ કાગધામ મજાદર ખાતે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની પુણ્યતિથિ ‘કાગચોથ’ નિમિત્તે પૂજ્ય મોરારિબાપુના પાવન સાનિધ્યમાં ભવ્ય ‘કાગ વંદના’ અને લોકસાહિત્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પૂજ્ય બાપુએ કાગબાપુની સાહિત્યિક ચેતનાને વંદન કરતા જણાવ્યું કે, જગદગુરુ શંકરાચાર્યજીના પંચદેવને કાગબાપુએ પોતાની કવિતા દ્વારા લોકભાષામાં ઉતારી સમાજને અર્પણ કર્યા છે. આ ઉપક્રમ વ્યક્તિપૂજા નહીં…
