Thursday August 07, 2025

ઓખામાં પરપ્રાંતિય માછીમાર યુવાનનો આપઘાત

ઓખા         મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના તલાસરી તાલુકામાં રહેતા સંતોષભાઈ જેઠુભાઈ દદોડા નામના 45 વર્ષના મરાઠી માછીમાર યુવાને ઓખામાં જીલાની ફૂડ નામના દંગાના રૂમમાં આવેલા પંખાના હુકમાં બ્લેન્કેટ બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સંદીપભાઈ દેવુભાઈ ફરલે ઓખા મરીન પોલીસને કરી છે. 

ઓખાના મધદરિયે માછીમાર પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલો

જામ ખંભાળિયા        નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ધીરુભાઈ મકનભાઈ હળપતિ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢને સોમવારે ઓખાથી આશરે 75 નોટિકલ માઈલ દૂર અંબે ભવાની નામની બોટમાં હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.         આ અંગેની જાણ કિરીટકુમાર જીતેન્દ્રભાઈ ટંડેલે […]

Back to Top