રિન્કુ આ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ આદિવાસી મહિલા બન્યા હરેશ જોષી, નવી દિલ્હી તાજેતરમાં જાણીતા કવયિત્રી રિન્કુ વજેસિંહ રાઠોડને કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ગુજરાતી ભાષા માટે યુવા પુરસ્કાર – 2024 ભુવનેશ્વર, ઓરિસ્સા ખાતે એનાયત થયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ કેન્દ્રિય સાહિત્ય અકાદમીના પ્રમુખ માધવ કૌશિક હતા તથા મુખ્યઅતિથિ વિખ્યાત અંગ્રેજી લેખક જેરી પિન્ટો […]
Tag: POETRY
ગઝલ રહેવું છે – ભરત વાળા
રોજથી સમય સંગાથે રહેવું છે,હરઘડી સફળ મિનારે રહેવું છે. મૌનમાં મજા દિલ દરિયે નગરમાં,વિશ્વના જગતના હૈયે રહેવું છે. સત્ય જાગરણ વર્તુળમાં વહાવું છે,સૂર્યના કિરણ માફક થૈ રહેવું છે. જીવને હવે સાચો શિવ માર્ગી રે,પ્રેમથી ભજન વિશ્વાસે રહેવું છે. જાત ખુદ “ભરત”તારી તું જગાડી દે,ભાવના શહર ઠેકાણે રહેવું છે.
ગઝલ : ગિરીશ રઢુકિયા – ગ્લોબલ
સ્હેજ અસમંજસ હજી એ વાતમાં છે.સાથમાં છે, એ ખરેખર સાથમાં છે? હાથતાળી આપતી એ સૌ ક્ષણો પણ,ક્યાંક પકડાશે, અમારા લાગમાં છે. કો’ક દાડો ફૂટશે ફણગાં મજાના,બીજ મેં વાવી દિધેલા ચાસમાં છે. આગ ભડ- ભડ થાય પણ સળગે નહિ જો,જીવ કોનો આ પુરાયો લાશમાં છે? તોય શાંને આટલા વિખવાદ થાતાં?બુધ્ધમાં છે એજ સારપ રામમાં છે.
ગઝલ
જો ગયો વિશ્વાસ, પાછો ના જ આવ્યો.આ સમય પણ રાસ, પાછો ના જ આવ્યો. સુખમાં પાછળ રહે, હો દુઃખમાં આગળ,મિત્ર એવો ખાસ પાછો ના જ આવ્યો. એ પરત આવ્યા ખરાં એની જ મેળે,જે હતો સહવાસ, પાછો ના જ આવ્યો. ખૂબ પજવે છે મને શાંતિ હવે તોમીઠડો કંકાસ પાછો ના જ આવ્યો. રાજ – સત્તા ભોગવીને […]
કાવ્ય આસ્વાદ (તપાસ)
– નારન બારૈયા કવિ સ્નેહલ જોશીનો એક અદભુત, અદ્વિતીય, અમર, ખતરનાક શેર… બાટલો ચડતો રહ્યો ટીપે ટીપે,સાવ ખાલી હું અહીં થાતો રહ્યો. બાટલામાંથી નીકળતી નળી કવિના શરીરમાં જોડવામાં આવી હતી. પરંતુ કવિના શરીરમાંથી નીકળેલી નળી ક્યાં જોડવામાં આવી હતી તે તપાસનો વિષય છે કારણ કે કવિ અહીં પોતે સાવ ખાલી થયા અંગે સ્ટેટમેન્ટ આપે છે. […]
ગઝલ
– ગિરીશ રઢુકિયા ખોટી પડે ચોપડીની, સાંભળેલી વારતા ખોટી પડે.આપમેળે ના કળેલી વારતા ખોટી પડે. શાનમાં સમજાય એવી વારતા ખોટી પડે.કાન મારા આમળેલી વારતા ખોટી પડે. અંત લગ જાઓ પરંતુ રસ પછી ઘટતો જતો,જૂઠમાં થોડી ભળેલી વારતા ખોટી પડે. હો મગરના આંસુ એના કોણ એવું જાણતું?આંખમાંથી ખળખળેલી વારતા ખોટી પડે. શિષ્ટતાના નામ પર ચળ ભાંગવાની […]
