નવારતનપર ગામના ગ્રામજનો માટે ખુશખબર: ભાવનગર-કોળીયાક રોડથી ગામને જોડતો એપ્રોચ રોડ થશે નવોનકોર
પૂર્વ અને વર્તમાન સરપંચના સંયુક્ત પ્રયાસોથી અંદાજે ₹36.60 લાખના ખર્ચે રસ્તાનું કામ મંજૂર; આગામી સમયમાં ખાડામુક્ત અને સુરક્ષિત પરિવહનનો માર્ગ મોકળો થશે ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાના નવારતનપર ગામના પ્રવેશદ્વાર સમાન મુખ્ય એપ્રોચ રોડની હાલત હવે સુધરવા જઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો જે સુવિધાની રાહ જોઈ રહ્યા હતા, તે હવે સાકાર થવા…
