ભાણવડના વાડી વિસ્તારમાં મધરાતે અજગરનું દિલધડક રેસ્ક્યુ
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬ ભાણવડના રૂપામોરા વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક અજગર અવારનવાર દેખા દેતો હતો. જેના કારણે સ્થાનિક વાડી માલિકો અને ખેડૂતોમાં સતત ડરનો માહોલ જોવા મળતો હતો. આ વચ્ચે તાજેતરમાં મોડીરાત્રિના સમયે આ અજગરે ફરી એક વખત દેખા દેતા વાડી માલિકોએ તાત્કાલિક ભાણવડના એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના રેસ્ક્યુઅર અશોકભાઈ…
