Trump Effect: ભાવનગર વાળંદ સમાજના આગેવાનોની ભાજપના નવનિયુક્ત શહેર પ્રમુખ સાથે બેઠક યોજાઈ

વિપુલ હિરાણી, ભાવનગર તા.૬
સમસ્ત વાળંદ સમાજ ભાવનગર દ્વારા શહેર ભાજપ ના નવ નિયુક્ત અધ્યક્ષ કુમારભાઈ શાહ સાથે મિટિંગ યોજાય હતી. જેમાં આગેવાનોએ પ્રમુખ ને  બુકે આપી શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી કાર્યક્રમમાં સમસ્ત વાળંદ સમાજના અધ્યક્ષ મનહરભાઈ રાઠોડ, પ્રમુખ પરેશભાઈ ચૌહાણ, સિનિયર જ્ઞાતિ અગ્રણી રાજુભાઈ પરમાર, રમેશભાઈ મુંજપરા, સતિષભાઈ ચૌહાણ, નાગરિક બેન્ક ના ડિરેક્ટર શ્રીમતી ગીતાબેન વાજા,  સમાજની વિવિધ સંસ્થાના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  ભાજપ પ્રમુખ કુમાર ભાઈએ સમાજનો આભાર માની કોઈપણ પ્રશ્નો અંગે રજૂઆત કરવા અને સૂચન કરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *