જામ ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતા જેઠીજી વર્ષાજી જાડેજા નામના 66 વર્ષના વૃદ્ધ તેમની વાડીએ હતા. ત્યારે વચલા બારા ગામના રાયમલ રબારી અને તેના પુત્ર સામતએ તેમની પાસે આવી અને “તમે અમારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરો છો?” તેમ કહીને ધોકા વડે હુમલો કરતા આ બનાવ અંગે બન્ને શખ્સો સામે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
____________________________________________________________________________
દ્વારકાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા ગૌરવ કિરીટભાઈ હેરમા નામના 37 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 2,700 ની કિંમત ની વિદેશી દારૂની 15 બોટલ સાથે ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)