જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬
જામ ખંભાળિયા: સ્વ. સુંદરજીભાઈ ભીમજીભાઈ રાયચુરાના જ્યેષ્ઠ પુત્ર દિનેશભાઈ રાયચુરાના ધર્મપત્ની દીપાબેન (ઉ.વ. ૬૯) તે મહેશભાઈ, જેન્તીભાઈ, દિપકભાઈ તેમજ જગુભાઈ રાયચુરા (કાઉન્સિલર- ખંભાળિયા નગરપાલિકા) ના ભાભી તા. ૧ ના અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી આજરોજ શુક્રવારે સાંજે ચાર થી સાડા ચાર ભાઈઓ તેમજ બહેનો માટે અત્રે જલારામ મંદિર ખાતે રાખવામાં આવેલ છે.
(કુંજન રાડિયા)
