Friday June 20, 2025

આજે નંદકુવરબા મહિલા કોલેજ – ભાવનગર દ્વારા – કોળીયાકના દરિયા કિનારે ખાતે સફાઈ કાર્યક્રમ

આજે નંદકુવરબા મહિલા કોલેજ – ભાવનગર દ્વારા – કોળીયાકના દરિયા કિનારે ખાતે સફાઈ કાર્યક્રમ

રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમ પર્યાવરણ બચાવવાના હેતુથી બહોળા પ્રમાણમાં કચરો અને પ્લાસ્ટિક નો નિકાલ કરવામાં આવશે

ભાવનગર
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમ પર્યાવરણ બચાવવાના હેતુથી કોળીયાક ના દરિયા કિનારે સફાઈ હાથ ધરવામાં આવશે. નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દર વર્ષે અનેક કાર્યક્રમો કરે છે. જેમાં વિધાર્થીનીઓ ના સર્વાંગી વિકાસ ની સાથે સમાજ ઉત્થાન અને રાષ્ટ્ર ના વિકાસ માં પોતાનું નાનું યોગદાન વિધાર્થીનીઓ આપી શકે તે માટે તેમને માર્ગદર્શન આપવામાં આવે છે. ભાવનગર જીલ્લા માં કોળીયાક એ ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે. અહિયાં દેશ-વિદેશ થી અનેક પ્રવાસીઓ મુલાકાત લે છે. આથી કોળીયાક નો દરિયા કિનારો સ્વચ્છ રહે તે હેતુથી દરિયા કિનારો અને તેની આસપાસ ના વિસ્તારની સફાઈ રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ સ્વયંસેવકો વિધાર્થીનીઓ દ્વારા તા. ૧૪-૧૨-૨૦૨૪ ને શનિવારે કરવામાં આવશે. માનવી કુદરતનું જ અંગ છે. માનવજીવન પર્યાવરણને અનુસરે છે. માનવ સંસ્કૃતિના વિકાસમાં કુદરતનો મહત્વનો ફાળો રહ્યો છે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિધ્ધાંત અનુસાર માનવીની ઉત્પત્તિ કુદરતના તત્વોમાંથી થઇ છે. દરેક જીવ પછી ભલે તે માનવી હોય કે પશુ-પંખી કે જીવ-જંતુ દરેક પોતાનું જીવન ટકાવી રાખવા માટે કુદરતી સંસાધનોનો જ ઉપયોગ કરે છે. કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને માનવી તેની સુખ સુવિઘાઓ તથા ભૌતિક સગવડોમા વધારો કરે છે. પરંતુ આ પર્યાવરણ ને બચાવવાનું કામ આપણું જ છે. પર્યાવરણ ને બચાવવા આપણે આપણા આસપાસના વિસ્તાર ને સ્વચ્છ રાખવો જરૂરી છે. આજના આધુનિક યુગમાં આપણે પર્યાવરણ ને બચાવવા માટે એક પણ નિયમનું પાલન કરતા નથી જાહેર સ્થળ હોય કે દરિયા કિનારો હોય નદી કિનારો હોય કે તળાવ હોય આ તમામ જગ્યા ઉપર સૌથી વધુ પ્રદુષણ આપણે ફેલાવતા હોઈએ છીએ. આથી ધીરે ધીરે આ તમામ સ્થળો ને વ્યાપક નુકશાન થઇ રહ્યું છે. આવા ઉમદા હેતુ થી નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ના રાષ્ટ્રીય સેવા યોજના ના ઉપક્રમે કોળીયાકના દરિયા કિનારે અને તેની આસપાસના વિસ્તારોમાં તા. ૧૪-૧૨-૨૦૨૪ ને શનિવારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. અને ત્યાંથી બહોળા પ્રમાણમાં કચરાનો અને પ્લાસ્ટિક નો નિકાલ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top