ઇન્ડિયન ઓઇલ કંપનીની સેવા પ્રવૃત્તિ: ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં અપાયું નેત્ર સારવાર મશીન

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૧-૨૦૨૫

       દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (વાડીનાર) દ્વારા સામાજિક સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે આંખના દર્દીઓ માટે મહત્વનું એવું ફેકો મશીન અર્પણ કરવામાં આવ્યું છે.

        દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના પ્રયાસોથી સિવિલ હોસ્પિટલને આ મશીનની સુવિધા મળતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વધુ સારી સારવાર મળી રહેશે તેમ હોસ્પિટલના અધિક્ષકની એક યાદીમાં જણાવાયું છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *