Headlines

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા ૧૦૯૪મુ દેહદાન સ્વીકારાયું


ભાવનગર નિવાસી સ્વ. મણીબેન કાળુભાઈ વાલેરા ઉમર:વર્ષ-૮૦નું અવસાન થતા સદગતની ઈચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ ૧૦૯૪મુદેહદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું.

    The Great World, Bhavnagar 
 ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચક્ષુદાન દેહદાન વિભાગ દ્વારા અનમોલ દેહદાન નો સ્વીકાર કરવામાં આવ્યો તેમ જ આ પાર્થિવ દેહને ડેન્ટલ, સાયન્સ કોલેજ, અમરગઢ, જીથરી ખાતે તબીબ વિજ્ઞાન શ્રેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મહાવરા તથા સંશોધન લાભાર્થે પહોંચાડવામાં આવેલ. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા રેડક્રોસ ભવન દિવાનપરા રોડ, ભાવનગર ખાતે ૨૪ કલાક દરમિયાન ચક્ષુદાન દેહદાનની સેવાઓ આપવા માં આવે છે. અગાઉ સંકલ્પ પત્રમાં  ન નોંધાવ્યું હોય તો પણ ચક્ષુદાન અને દેહદાન કરી શકાય છે, જેના ફોન નંબર (૦૨૭૮) ૨૪૨૪૭૬૧/૨૪૩૦૭૦૦. તેમજ મો-૯૪૨૯૪૦૬૨૦૨ ઉપર સંપર્ક કરી શકાય છે.અગાઉ નોંધાવેલ ન હોય તો પણ અવસાન સમયે રેડક્રોસ નો સંપર્ક કરી ને ચક્ષુદાન અને દેહદાન કરી શકાય છે. રેડક્રોસ દ્વારા દેહદાતા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં  આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *