રજૂઆતમાં તર્ક રજૂ કરવામાં આવ્યો કે લોકોને કાયદેસરના ઘર મળી જાય અને સરકારને આવક પણ થાય
ચોમાસા પૂર્વે પેશ કદની વાળા મકાનો પર ડિમોલિશન કરવાથી લોકો બહુ જ હેરાન થશે: લીરીબેન ખુંટી
હાલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૧૪૩૧ જેટલી મકાન સહાય માટે ઓનલાઈન અરજીઓ થઈ છે: બધાને રહેઠાણ માટે આ યોજનામાં મકાનો કાયદેસર આપવામાં આવે તો…
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર તાલુકામાં ઠેર ઠેર સરકારી જમીનમાં થયેલ દબાણ ડિમોલેશન દ્વારા મકાનો પાડીને દૂર કરવાને બદલે જે દેશ કદની સરકારી જમીનમાં થઈ છે તે ગેરકાયદે પેશ કદમીને કાયદેસર બનાવીને લોકોને ચોમાસા દરમિયાન પરેશાન ન કરવા પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ લીલીબેને રજૂઆત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરાયેલ રજૂઆતમાં એવો તર્ક રજૂ કરવામાં આવ્યો છે કે આમ કરવાથી લોકોને કાયદેસરના ઘર મળી જાય અને સરકારને આવક પણ થાય.
રજૂઆતમાં તેમણે જણાવ્યું કે હાલ ચોમાસુ નજીક આવી ગયેલ છે અને સરકાર દ્વારા સરકારી જમીનો પર લોકો દ્વારા જે જગ્યાએ રહેણાંક માટે મકાનો બાંધેલ છે તે મકાનો હાલમાં ડિમોલેશન કરવામાં આવે તો ગરીબ માણસોને ચોમાસા દરમ્યાન રહેવા માટેનો આશરો છિનવાઈ જાય અને તેઓને પરિવાર હેરાન થાય તેમ છે. તેમ જ પોરબંદર તાલુકામાં હાલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૧૪૩૧ જેટલી મકાન સહાય માટે ઓનલાઈન અરજીઓ થયેલ છે. જેથી આ બધાને રહેઠાણ માટે આ યોજનામાં મકાનો કાયદેસર આપવામાં આવે તો તેઓને રહેવા માટે કાયમી મકાનો મળી જાય અને તેઓનો પ્રશ્નનો હલ થઈ શકે તેમ છે તેમજ હાલ આ રહેણાંક મકાનોનું બાંધકામ જ્યાં સરકારી જમીન પર કરેલ છે. તે સ્વીકાર કરવામાં આવે અને ત્યારબાદ ગરીબ માણસોના આ પેશકદમી કરી મકાનો બાંધેલ છે. તે ભરી કાયદેસર કરી દેવામાં આવે તો આ ગરીબ માણસોને રહેવા માટે મકાનો મળી જાય અને સરકારને આવક થાય તો આ માટે કાર્યવાહી કરવામાં આવે અને ગરીબ માણસોના રહેઠાણ માટેના મકાનોના ડિમોલેશન ન થાય તેવી કાર્યવાહી કરવામા આવે એવી રજૂઆત પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ લીરીબેન ખુંટીએ કરી છે.