
હરેશ જોષી, મહુવા
૧૪૪ વર્ષે જેનો યોગ રચાયો છે તે મહાકુંભનું પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ગઈકાલે રાત્રે મૌની અમાસને દિવસે કુંભમાં વધુ પડતી ભીડ ઉમટી પડી હતી. એ સંજોગોમાં લોક પ્રવાહને નિયંત્રિત કરવા માટે લગાવેલી બેરીકેડ તૂટી જતાં પ્રાપ્ત વિગતો અનુસાર ૩૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે અને અનેક લોકોને ઈજા પહોંચી છે. એક અહેવાલ અનુસાર આ દિવસે પાંચ કરોડ લોકો સ્નાન કરવા એકઠા થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ આ આપદાની પરિસ્થિતિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. પૂજ્ય બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15,000 લેખે સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. સાથોસાથ જેઓ ઘાયલ થયા છે તેઓ ઝડપથી પૂનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી શ્રી હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે. સ્થાનિક પ્રશાસન પાસેથી અવસાન પામેલા લોકોની વિગતો મેળવી કુલ મળીને ૪,૫૦,૦૦૦ રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પણ પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે.
તેમ મહુવાથી જયદેવભાઇ માંકડની યાદીમાં જણાવાયુ છે.