જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬
ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે બિરાજમાન ક્ષત્રિય સંઘાર સમાજનાં ઈષ્ટ દેવ શ્રી સંઘાયડા વારા જખ્ખડાડાની પહેડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષેની જેમ આ વર્ષે પણ શ્રી ક્ષત્રિય સંઘાર સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં મંગળવાર તા.3 ના રોજ સવારે 10 વાગ્યે ધ્વજારોહણ, સાંજે 5 વાગ્યે મહાઆરતી, સાંજે 6:30 વાગ્યે મહાપ્રસાદી અને રાત્રે 10 વાગ્યે ભીમભાઈ ઓડેદરા ગ્રુપ દ્વારા કાન-ગોપી રાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ તમામ ધાર્મિક પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ વાગડના શ્રી ક્ષત્રિય સંઘાર સમાજના તમામ જ્ઞાતિજનોને સહભાગી થવા શ્રી ક્ષત્રિય સંઘાર સમાજ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(ફોટો: કુંજન રાડિયા)
